તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • જિલ્લાની તમામ કોલેજોમાં એન્ટી રેગીંગ કમિટી બનાવવા યુનિવર્સિટીનો આદેશ

જિલ્લાની તમામ કોલેજોમાં એન્ટી રેગીંગ કમિટી બનાવવા યુનિવર્સિટીનો આદેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર| પોરબંદર

પોરબંદર જિલ્લા એન.એસ.યુ.આઈ. એ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિને એવી રજૂઆત કરી હતી કે હાલ ગ્રામીણપંથકના વિદ્યાર્થીઓ શહેરની કોલેજોમાં એડમીશન લેતા હોય અને અભ્યાસઅર્થે આવતા હોય ત્યારે સિનીયર વિદ્યાર્થીઓ ગ્રામીણ પંથકના વિદ્યાર્થીઓ તથા જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગીંગ કરતા હોય છે, જેથી તાત્કાલીક ધોરણે કોલેજોમાં એન્ટી રેગીંગ કમીટીની રચના કરવામાં આવે તેવી માંગ કરી હતી.

આ બાબતે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ જિલ્લા એન.એસ.યુ.આઈ. ની રજૂઆતને ધ્યાને લઈ કોલેજોમાં એન્ટી રેગીંગ કમીટી અન્વયે આદેશ કરી એવું જણાવ્યું છે કે કોલેજોમાં યુ.જી.સી. ની ગાઈડલાઈન મુજબ એન્ટી રેગીંગ કમીટીની માહિતી કોલેજની વેબસાઈટ ઉપર મૂકવા અને તેની જાણ ઓફિસ ઓફ કમીશનર હાયર એજ્યુકેશનને કરી તેની નકલ અત્રેની કચેરીએ મોકલી આપવા અનુરોધ કર્યો હતો. જો કોલેજોમાં એન્ટી રેગીંગ કમીટી બનાવેલ ન હોય તો તાત્કાલીક યુ.જી.સી. ની ગાઈડલાઈન મુજબ એન્ટી રેગીંગ કમીટીની રચના કરવા પણ જણાવ્યું હતું.

દર 3 મહિને કમીટીની બેઠકનો અહેવાલ યુનિ.માં મોકલવા જણાવાયું
પોરબંદર જિલ્લાની તમામ કોલેજોમાં એન્ટી રેગીંગ કમીટીની રચના કર્યા બાદ તાત્કાલીક ધોરણે એન્ટી રેગીંગ કમીટીનું ગઠન કરી કોલેજની વેબસાઈટ ઉપર મૂકી તેની જાણ ઓફીસ ઓફ કમીશન હાઈ એજ્યુકેશનને કરવા તથા તેની એક નકલ હાલની કચેરી ખાતે મોકલવા સૂચન કરાયું હતું. સાથોસાથ જે-તે કોલેજોમાં વખતોવખત કમીટીની બેઠક યોજી તેનો અહેવાલ દર 3 મહિને યુનિવર્સિટી ખાતે પણ મોકલી આપવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...