તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ચોમાસા પૂર્વે આયોજન, પેન્ડીંગ કામોના નિકાલ માટે સુચના જારી

ચોમાસા પૂર્વે આયોજન, પેન્ડીંગ કામોના નિકાલ માટે સુચના જારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખે બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખે અધિકારીઓને એવું સૂચન કર્યું હતું કે છેલ્લા અઢી વર્ષ દરમિયાનના ટેબલ ઉપર રહેલ પેન્ડીંગ કામો તાત્કાલીક ધોરણે ક્લીયર કરવા તેમજ હવે પછી આગામી સમયમાં ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ચોમાસાની ઋતુ દરમિયાન આગવું આયોજન કરવા પણ જણાવ્યું હતું. ખાસ કરીને વરસાદી પાણી ભરાતા હોવાથી ગંદકીના ગંજ સર્જાતા હોય છે અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાથી રોગચાળાનો ભય પણ સેવાઈ રહે છે. માટે વરસાદી પાણીના નિકાલ તથા જરૂર જણાય ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ, ફોગીંગની કામગીરી કરવા પણ જણાવ્યું હતું. તેમજ ઘેડ પંથકના ગામડાઓમાં અતિવૃષ્ટિ થાય તો જે પશુઓ મરણ પામે તે પશુઓનો તાત્કાલીક ધોરણે નોંધ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવ્યું હતું. સાથોસાથ ચોમાસામાં પાણીજન્ય રોગો ફાટી નીકળતા હોવાથી લોકોને ક્લોરીનયુક્ત શુદ્ધ પાણી મળી રહે તેવી કામગીરી કરવા આરોગ્ય વિભાગને તાકીદ કરી હતી. ઉપરાંત હવે પછી જે-તે વિભાગના અધિકારીઓ પાસે અરજદારોની અરજીઓ અને વિભાગને અનુસંધાને જે-તે કામ આવતા હોય તે કામોનો તાત્કાલીક ધોરણે નિકાલ થાય તેવો પ્રયાસ કરવા નિલેષ મોરીએ અધિકારીઓને સૂચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...