તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • કલેક્ટર કચેરી ખાતે કર્મીઓના ઉડાઉ જવાબ, પોલીસ ફરિયાદ

કલેક્ટર કચેરી ખાતે કર્મીઓના ઉડાઉ જવાબ, પોલીસ ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના ગ્રામ્યપંથકના અભણ લોકોને આધારકાર્ડની કામગીરી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જુની કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓ ગ્રામીણ પંથકના અરજદારોને ઉડાઉ જવાબ આપતા હોવા અંગે ફરિયાદ કરવામાં આવી હતી. કુછડી ગામે રહેતા શાંતિબેન ભીખુભાઈ કુછડીયા અને ભીખુભાઈ જીવાભાઈ કુછડીયાએ તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી એવું જણાવ્યું હતું કે જુની કલેક્ટર કચેરીમાં અાધારકાર્ડ કઢાવવાની કામગીરી ચાલી રહી છે. અહીં ગ્રામ્યપંથકના અનેક લોકો આધારકાર્ડ કઢાવવા માટે આવી રહ્યા છે પરંતુ જુની કલેક્ટર કચેરીના કર્મચારીઓ અરજદારોને ઉડાઉ જવાબ આપી રહ્યા છે. જુની કલેક્ટર કચેરી ખાતેના કર્મચારીઓ ગ્રામીણ પંથકના લોકોના કામ સરળતાથી થાય તેવા પ્રયાસો કરવાને બદલે અભણ લોકોને વારંવાર ધક્કા ખવડાવી રહ્યા છે. જેથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. યોગ્ય નહીં કરાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...