તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રીએ સરદાર પટેલ વિરૂદ્ધ કરેલી ટીપ્પણી અંગે વિરોધ પ્રદર્શન

કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રીએ સરદાર પટેલ વિરૂદ્ધ કરેલી ટીપ્પણી અંગે વિરોધ પ્રદર્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ભા.જ.પ. ના કાર્યકરો દ્વારા સુદામાચોક ખાતે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રીએ સરદાર પટેલ વિરૂદ્ધ કરેલ ટીપ્પણીનો ઉગ્ર વિરોધ કરી પૂતળાદહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈફુદ્દીને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે અપમાનજનક ટીપ્પણી કરી હતી. કોંગ્રેસના કેન્દ્રીયમંત્રીએ સરદાર પટેલ વિશે કરેલી અભદ્ર વાણી-વિલાસનો ભાજપે ઠેરઠેર ઉગ્ર વિરોધ કર્યો છે. જેના પડઘા પોરબંદરમાં પણ પડ્યા હતા. પોરબંદર જિલ્લા ભાજપના કાર્યકરોએ શહેરમાં આવેલ સુદામાચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈફુદ્દીના પૂતળાનું દહન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...