તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર જિલ્લા અને સોરઠભરમાં ફરશે મોબાઇલ બેંકીંગ વાન, ATM પણ રહેશે

પોરબંદર જિલ્લા અને સોરઠભરમાં ફરશે મોબાઇલ બેંકીંગ વાન, ATM પણ રહેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા તા. 30 જૂનનાં સવારે 10 કલાકે કૃષિ યુનિવર્સિટીનાં સરદાર પટેલ હોલમાં મહા ખેડૂત શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબીરમાં જૂનાગઢ, ગિર-સોમનાથ અને પોરબંદર જિલ્લામાંથી ખેડૂતો આવશે અને ત્રણ જિલ્લાની સહકારી મંડળીઓ પણ જોડાશે. આ ઉપરાંત આ પ્રસંગે અમદાવાદ ગુજરાત રાજ્ય સહકારકી બેંક લી.નાં સહયોગથી સરદાર રથ-મોબાઇલ બેકીંગ વાન મળી છે તેનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ અંગે જેડીસીસી બેંકનાં ચેરમેન એલ.ટી.રાજાણીએ કહ્યું હતું કે, જૂનાગઢ, પોરબંદર અને ગિર-સોમનાથ જિલ્લાનાં ખેડૂતોને આધુનિક ખેતી પધ્ધતિની માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે મહા ખેડૂત શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે મોબાઇલ બેકીંગ વાનનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ વાન ગામડામાં જશે અને બેંક ખાતા ખોલવા અંગે માર્ગદર્શન આપશે,તેમજ વાનમાં એટીએમ પણ રહેશે. આ ઉપરાંત ગામડાની સહકારી મંડળીઓને માઇક્રો એટીએમનું વિતરણ પણ કરવામાં આવશે. આ માક્રોઇ એટીએમથી ગામડાનાં ખેડૂતોને ગામમાં ડીઝીટલ સગવડ મળી શકશે. આ ઉપરાંત બેંક મેનેજમેન્ટ દ્વારા જુના એનપીએ થયેલા મુદ્ત વિતેલા લેણાંની વસુલાત માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે.

44 વર્ષમાં અ કલાસ ઓડીટ વર્ગ મળ્યો
ખેડૂતોને શુન્ય ટકા વ્યાજથી 3 લાખ સુધીનું ધિરાણ આપવામાં આવી રહ્યું છે. સહકારી બેંક પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે. રાષ્ટ્રિય કૃત બેંકોમાં ધીરાણની પ્રક્રિયા લાંબી અને મુશ્કેલ છે. જેડીસીસી બેંક દ્વારા ત્રણ જિલ્લાનાં 55 હજાર ખેડૂતોને ધિરાણ પુરૂ પાડવામાં આવે છે. બેંકને 44 વર્ષ બાદ અ કલાસઓડીટ વર્ગ મળ્યો છે. માર્ચ 2018નાં અંત સુધીમાં બેંકે 12.43 ટકા સીઆરએઆર જાળવી રાખ્યો છે. આરબીઆઇનાં નિમય મુજબ તે 9 ટકા હોવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...