તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • કંપની યોગ્ય ન્યાય નહીં આપે તો આંદોલન કરાશે : યુનિયન લીડર

કંપની યોગ્ય ન્યાય નહીં આપે તો આંદોલન કરાશે : યુનિયન લીડર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંપની યોગ્ય ન્યાય નહીં આપે તો આંદોલન કરાશે : યુનિયન લીડર
પોરબંદરની બંધ પડેલી ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ કંપનીના કામદારોના યુનિયન લીડરે એવું જણાવ્યું હતું કે કંપનીમાં 40-40 વર્ષથી અમારા કામદારો કામ કરે છે અને માત્રને માત્ર કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર તેમને લેવાય છે. કર્મચારીઓને કાયમી કરવા માટે કંપની પાસે આયોજન નથી. આ ઉપરાંત કોઈ પ્રકારના હક્ક-હિસ્સા આપવા પણ કંપની તૈયાર નથી. આથી આગામી દિવસોમાં જો કંપની યોગ્ય ન્યાય નહીં અાપે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...