• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • છાત્રો મનપસંદ વિષયમાં ઓનલાઈન પ્રવેશથી વંચીત ન રહી જાય તે માટે સમય મર્યાદા વધારો

છાત્રો મનપસંદ વિષયમાં ઓનલાઈન પ્રવેશથી વંચીત ન રહી જાય તે માટે સમય મર્યાદા વધારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર| પોરબંદર

પોરબંદર જિલ્લા NSUI એ યુનિ. ના કુલપતિને રજુઆત કરી વિદ્યાર્થીઓ મનપસંદ વિષયમાં ઓનલાઈન પ્રવેશથી વંચીત ન રહી જાય તે માટે સમય વધારવા માંગ કરી છે. પોરબંદર જિલ્લા એન.એસ.યુ.આઈ. એ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પાઠવી એવી રજૂઆત કરી હતી કે ધોરણ 12 નું તાજેતરમાં પરિણામ જાહેર થયું છે. જેથી વિદ્યાર્થીઓ આગળના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વહેલી સવારથી રઝળપાટ કરતા હોય છે. ઘણાં વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે મહેનત કર્યા બાદ પણ વંચીત રહી જતા હોવાના બનાવો બનતા હોય છે. કારણ કે તંત્ર દ્વારા નક્કી કરાયેલ સમય પસાર થઈ જતો હોવાથી વિદ્યાર્થીઓ યોગ્ય સમયે એડમીશન મેળવી શકતા નથી. યુનિવર્સિટી દ્વારા નોટીસ જાહેર કરી પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેમાં સમયમર્યાદામાં ફોર્મ ભરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ નેટ કનેક્ટીવીટી અને જરૂરી ડોક્યુમેન્ટના અભાવે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ વિષયોમાં ઓનલાઈન પ્રવેશ મેળવવા માટે ફોર્મ પણ ભરી શક્યા નથી. આમ મોટાભાગના વિદ્યાર્થીઓ મનપસંદ વિષયમાં પ્રવેશ મેળવવા માટે વંચીત રહી ન જાય માટે વિદ્યાર્થીઓને પ્રવેશ માટે વધુ સમય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...