તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar કુછડી હાઈવે પર કારે બાઈકને હડફેટે લેતાં યુવાનનું મોત થયું

કુછડી હાઈવે પર કારે બાઈકને હડફેટે લેતાં યુવાનનું મોત થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર નજીકના કુછડી હાઈવે પર પૂરઝડપે સામેથી આવતી કારે બાઈકને હડફેટે લેતા બાઈકચાલકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. કુછડી ગામ હાઈવે રોડ પર બાગની સીમ વાડીમાં રહેતો ભરતગર કાનડગર મેઘનાથી નામનો યુવાન પોતાનું બાઈક જી.જે. 25 એમ 3051 ચલાવીને કુછડી હાઈવે વેરણ સીમવાળા રસ્તેથી પસાર થતો હતો. તે દરમિયાન પાલખડા ગામે રહેતો અમિત અરજણ જોષી પોતાની કાર જીજે 10 એસી 3504 ચલાવીને પૂરઝડપે બેફીકરાઈથી માનવજીંદગી જોખમાય તે રીતે કાર ચલાવીને સામેથી આવી બાઈકને હડફેટે લેતા બાઈકચાલકને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. આથી તાત્કાલીક સારવારઅર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે તેમના ભાઈ ભાવેશગરે પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ PSI એ.એચ. ચોવટ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...