તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar સુભાષનગરમાં ટ્રકે બાઈકને હડફેટે લેતાં યુવાનનું મોત

સુભાષનગરમાં ટ્રકે બાઈકને હડફેટે લેતાં યુવાનનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના સુભાષનગર થી જાવર જતા રસ્તા પર પૂરઝડપે આવેલા એક ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઈકચાલકનું મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.

પોરબંદરમાં રાત્રીના સમયે સુભાષનગરથી જાવર જતા રસ્તા ઉપર કિશોર ભીમા કિશોર (ઉ. વર્ષ 28) નામનો યુવાન પોતાનું બાઈક લઈને જતો હતો. તે દરમિયાન એક કન્ટેઈનર ટ્રક નં. જીજે 25 ટી 5525 પૂરઝડપે ચલાવી બાઈકચાલકને ઓવરટેઈક કરી બાઈકને હડફેટે લીધું હતું. આથી બાઈકચાલક પડી જતા આ યુવાનને જમણા પગમાં ગોઠણની નીચે ફ્રેક્ચર થયું હતું તેમજ માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેથી આ યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાર્બર મરીન પોલીસ એ.એસ.આઈ. એ.એચ. ચોવટ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...