તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar રાણીબાગ પાસે પુરઝડપે આવતી કાર, બાઈકને ટક્કર મારી પલ્ટી ખાઇ ગઇ

રાણીબાગ પાસે પુરઝડપે આવતી કાર, બાઈકને ટક્કર મારી પલ્ટી ખાઇ ગઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં રાણીબાગ વિસ્તાર પાસે ગત રાત્રે એક કારચાલકે પૂરઝડપે કાર ચલાવી એક બાઈકને ઠોકર મારી દેતા યુવાનને ઈજાઓ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદરમાં ગત રાત્રીએ એક કાર જીજે 25 જે 8205 ના ચાલકે રાણીબાગ પાસેના રોડ ઉપર પૂરઝડપે બેદરકારીભરી રીતે કાર ચલાવી હતી અને મોહમ્મદઅલી અબુબકર રાયદા નામના વ્યક્તિ ત્રિપલ સવારીમાં જતા હતા. તે દરમિયાન આ કારે બાઈકને ઠોકર મારતા ઈજા પહોંચી હતી. આ કાર બેદરકારીભરી રીતે ચાલતી હોવાથી કાર પલ્ટી મારી ગઈ હતી. ત્યારે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...