તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar શાદી ડોટ કોમ પર દોસ્તી કરી, હની ટ્રેપમાં ફસાવી પોરબંદર શહેરની ત્યક્તાએ પંજાબનાં યુવાનને બ્લ

શાદી ડોટ કોમ પર દોસ્તી કરી, હની ટ્રેપમાં ફસાવી પોરબંદર શહેરની ત્યક્તાએ પંજાબનાં યુવાનને બ્લેકમેઇલ કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર| અમ્બાલા સિટી

પોરબંદરમાં બ્યુટી પાર્લર ધરાવતી મહિલાએ પંજાબનાં યુવાનને શાદી ડોટ કોમ થકી દોસ્તી કરી હની ટ્રેપમાં ફસાવ્યો હતો. બાદમાં તેને બ્લેકમેઇલ કરીને રૂપિયા પડાવવા જતાં પંજાબની જેલમાં હવા ખાવાનો વારો આવ્યો છે.

પોરબંદરમાં બ્યુટી પાર્લર ચલાવતી એક 49 વર્ષીય મહિલાએ 2017 માં શાદી ડોટ કોમમાં પંજાબનાં અંબાલાનાં રેલ વિહારનાં બલજિંદ્ર પાલ સાથે દોસ્તી કરી. મહિલા ડીવોર્સી છે અને તેને એક પુત્રી છે. તો બદજિંદ્રનો પણ પત્ની સાથે ડીવોર્સનો કેસ ચાલી રહ્યો છે તેને એક પુત્ર છે.

બંનેને હવેની જીંદગી સાથે વિતાવવા એક જીવનસાથીની તલાશ હતી. સંપર્ક થયા બાદ બંને એકબીજાની નજીક આવ્યા. મહિનાઓ સુધી ફોન પર વાતચીત અને ચેટીંગ બાદ બલજિંદ્રએ તેને અંબાલા બોલાવી. જ્યાં કેટલાક દિવસ બંનેએ સાથે વિતાવ્યા. એ દરમ્યાન બંને સિમલા સહિતનાં સ્થળોએ ફર્યા પણ ખરા. આ દરમ્યાન બંને વચ્ચે સંબંધો બંધાયા. મહિલા પોરબંદર આવ્યા બાદ બલજિંદ્ર પણ તેને મળવા પોરબંદર આવ્યો. તો મહિલાએ ધંધો વધારવા માટે તેની પાસે પૈસા માંગ્યા. લગ્ન પહેલાંજ રૂપિયા માંગતા બલજિંદ્ર ચોંકી ગયો અને તેણે મહિલા સાથેનું અંતર વધારી દીધું.

તેણે તેના બધાજ નંબરો બ્લોક કરી દીધા. આથી મહિલાએ બલજિંદ્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. પરંતુ બંને વચ્ચે સમાધાન થઇ ગયું. જોકે, એ દરમ્યાન મહિલાએ બીજી ફરિયાદ પણ મહિલા પોલીસને કરી. બંને વચ્ચે 13 લાખમાં સમાધાન થયું હતું. આથી બલજિંદ્રએ સમય માંગ્યો. તો મહિલા તેના પર દબાણ કરવા લાગી. આથી આખરે બલજિંદ્ર પાલ સિંહ બલદેવનગર પોલીસ મથકે પહોંચ્યો અને પોલીસને તમામ હકીકતથી વાકેફ કરી. સાથેજ મહિલા પોતાની પાસે લાખ રૂપિયા માંગી રહી હોવાનું જણાવ્યું. પોલીસે નિશાન કરેલી નોટો બલજિંદ્રને આપી છટકું ગોઠવ્યું. અને આખરે મહિલાને રંગેહાથ ઝડપી લીધી. હાલ મહિલા જ્યુડિશીયલ કસ્ટડીમાં જેલ હવાલે હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...