તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar જિલ્લાની દરિયાઈ પટ્ટી પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ

જિલ્લાની દરિયાઈ પટ્ટી પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જિલ્લામાં દરિયાઈ પટ્ટી ઉપર આતંકવાદીઓ ઉતરે તેવો ઈનપુટ મળતા પોરબંદર જિલ્લાના મીંયાણીથી માધવપુર સુધીના કોસ્ટલ એરીયામાં પોરબંદર જિલ્લાની પોલીસ દ્વારા સઘન ચેકીંગ અને પેટ્રોલીંગ હાથ ધરાયું હતું. આ તકે હાઈએલર્ટ જાહેર કરીને સવારથી જ પોલીસકાફલો દરિયાઈ પટ્ટીને ધમરોળી રહ્યો છે. આતંકવાદી ઉતરે તેવા ઈનપુટ મળતા પોરબંદર જિલ્લામાં દરિયા કિનારાને હાઈએલર્ટ જાહેર કરી મીંયાણીથી લઈને માધવપુર સુધીના કોસ્ટલ એરીયામાં દરિયાઈ પટ્ટી પર અને લેન્ડીંગ પોઈન્ટ પર જિલ્લાની પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સવારથી જ જિલ્લાના દરિયાઈ પટ્ટી પર પોલીસ અધિકારીઓનો કાફલો ખડકાઈ ગયો હતો જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહીલ, એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ર્ફ્લો સ્ક્વોડ ઉપરાંત ગ્રામ્ય પોલીસ દ્વારા પેટ્રોલીંગ તેમજ દરેક વહાણો અને વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...