તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar પોરબંદર શહેરમાં આપઘાતના પ્રયાસના 3 બનાવ સામે આવ્યા

પોરબંદર શહેરમાં આપઘાતના પ્રયાસના 3 બનાવ સામે આવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં પ્રાગાબાપાના આશ્રમ પાસે રહેતી પ્રિયંકાબેન હરીશભાઈ બાદરશાહી (ઉ. વર્ષ 30) નામની પરણિતાએ આર્થિક ભીંસના કારણે થોડુંક એસીડ પી જતાં સારવારઅર્થે ભાવસિંહજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ અંગે વધુ તપાસ કમલાબાગ હેડ કોન્સ્ટેબલ ડી.કે. ઓડેદરા ચલાવી રહ્યા છે.

જ્યારે ખાપટમાં રહેતી ચંદ્રિકાબેન પ્રકાશભાઈ મકવાણા (ઉ. વર્ષ 31) નામની પરણિતાએ પોતાના ઘરે ગળામાં ચુંદડી બાંધી કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતા બેભાન હાલતમાં તાત્કાલીક ભાવસિંહજી હોસ્પિટલે અને ત્યારબાદ પોરબંદરની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે વધુ સારવાર માટે આ પરણિતાને રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ પરણિતાના લગ્નને 10 વર્ષ થયા છે અને નિ:સંતાન હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત જ્યુબેલી વિસ્તારમાં સતી આઈ મંદિર પાસે રહેતા હિરેન કારૂભાઈ સોમૈયા કોઈ કામકાજ કરતા ન હતા અને તેમના પત્નીએ કામ કરવાનું કહેતા બન્ને પતિ-પત્ની વચ્ચે બોલાચલી અને ઝઘડો થયો હતો.

જેથી આ યુવાને ઝેરી ટીકડા ખાઈ જતા પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવારઅર્થે દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે વધુ તપાસ ઉદ્યોગનગરના હેડકોન્સ્ટેબલ એન.વી. ચુડાસમા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...