તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar જિલ્લામાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવો

જિલ્લામાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જિલ્લામાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા સુવ્યવસ્થિત જળવાય અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ સાથે ભારતીય કિશાન સંઘ દ્વારા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં તા. 10/10 થી તા. 18/10 નવરાત્રી દરમિયાન માં આદ્યશક્તિની નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા કડક રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવે તેમજ આ તહેવાર ધાર્મિક અને આધ્યાત્મિક હોય જેથી જિલ્લાની પ્રજા સુખ, શાંતિ અને સલામતી અનુભવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે. આ ઉપરાંત મહિલાઓ, બાળકો અને સિનીયર સિટીઝનો સલામત રીતે દેવદર્શન અને રાસગરબા સુખપૂર્વક ઉજવી શકે તે માટે જિલ્લાભરમાં સલામતી અને ટ્રાફિકનું નિયમન કરવામાં આવે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવે તેવી માંગણી સાથે ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલાએ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...