તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar પોરબંદર જિલ્લામાં નશો કરેલી હાલતમાં સાત શખ્સો ઝડપાયા

પોરબંદર જિલ્લામાં નશો કરેલી હાલતમાં સાત શખ્સો ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના ખારવાવાડ ભોંયવાડામાં રહેતો જગદીશ ખીમજી ગંધ્રોકીયા, પરિશ્રમ સોસાયટી ગ્રીન પાર્કમાં રહેતો ધીરેન મંગલદાસ સીકોતરા, છાંયા નવાપરામાં રહેતો કમલેશ પ્રવિણ ખોડીયાર, રાણાવાવના અમરદડ ગામે રહેતો રાજુ વજશી પાંડાવદરા, કુતિયાણા માંઝાપરામાં રહેતો અજય ઉર્ફે અરજણ રાજસી ઓડેદરા અને માધવપુરના વિરમગામ વિસ્તારમાં રહેતો અરસી ધના કરગટીયાને નશો કરેલી હાલતમાં પોલીસે ઝડપી લીધા હતા.

આ ઉપરાંત કુતિયાણાના કોટડા ગામના પાદરમાંથી રામા સામત ઓડેદરાને પોલીસે 1 લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. જ્યારે મંડેર ગામમાં સંદિપ લીલા મોકરીયાના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી આ મકાનમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર-200, બેરલ-2, દેશી દારૂ લીટર-25 સહિતનો 1050 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સંદિપ ઉપરાંત ભીમા ઉર્ફે ગબ્બર રામ ખેર અને ભીખા નાગા પરમારને પોલીસે દરોડા દરમિયાન ઝડપી લીધા હતા. આ ઉપરાંત માંગરોળ તાલુકાના આંત્રોલી ગામે રહેતો ભાયા કારા ડાભી પોતાનું બાઈક જીજે 01 બીએસ 5384 ચલાવીને માધવપુર ગુંદાળી ચેકપોસ્ટ પાસેથી પસાર થતા પોલીસે તેની તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...