જિલ્લામાં જાહેરમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા

પોલીસે કુલ રૂા. 26,920 નો મુદ્દામાલ કબ્જે કર્યો

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:20 AM
Porbandar - જિલ્લામાં જાહેરમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા
પોરબંદરમાં ખાપટ પેટ્રોલપંપ પાસે ગલીમાં રોડ પર જાહેરમાં જુગાર રમતા ભરત હરદાસ મોકરીયા, શૈલેષ મગન સોલંકી, મયુર ભરત મોકરીયા, રાહુલ ભરત મોકરીયાને તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા પોલીસે દરોડા દરમિયાન ઝડપી લીધા હતા અને 16,850 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે માધવપુરનાં મંડેર ગામે ખેર શેરીમાં જાહેર રોડ પર જાહેરમાં જુગાર રમતા લખમણ ગોવિંદ વાસણ, વિપુલ મેઘા પરમાર, બાબુ લખમણ વાસણ, કીર્તિ રામ બાલસને તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા પોલીસે ઝડપી લીધા હતા અને કુલ 10,070 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

X
Porbandar - જિલ્લામાં જાહેરમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App