તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar ખલાસીને ફૂડ પોઈઝનીંગ થતાં દરિયામાં 108 બોટ એમ્બ્યુલન્સે સારવાર આપી

ખલાસીને ફૂડ પોઈઝનીંગ થતાં દરિયામાં 108 બોટ એમ્બ્યુલન્સે સારવાર આપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર નજીક ખલાસીને દરિયામાં ફૂડ પોઈઝનીંગ થતા 108 બોટ એમ્બ્યુલન્સ દરિયામાં 3 નોટીકલ માઈલ સુધી જઈને મહારાષ્ટ્રીયન ખલાસીને સારવાર આપી કાંઠે લાવીને રોડ એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે પહોંચાડ્યો હતો.

પોરબંદરથી 3 નોટીકલ માઈલ દરિયામાં રહેલી \\\'સિદ્ધિસાગર\\\' નામની બોટના એક મહારાષ્ટ્રીયન ખલાસી વિલાસ ચંદુ વાડુ નામના યુવાનને ફૂડ પોઈઝનીંગ થતા ઉલ્ટીઓ કરવા લાગ્યો હતો. આથી ઈમર્જન્સી સેવા 108 બોટ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઈ.એમ.ટી. યક્ષય ચુડાસમા અને બોટ કેપ્ટન વિનય ખોડીયાર સહિત એન્જીન ડ્રાઈવર અનીત કોટીયા તાત્કાલીક પહોંચી ગયા હતા અને તપાસ કરતા આ યુવાનને ફૂડ પોઈઝનીંગ થયું હોવાથી આ બોટ એમ્બ્યુલન્સમાં જ સારવાર આપીને પોરબંદર કાંઠે લાવવામાં આવ્યો હતો. અને ત્યારબાદ રોડ એમ્બ્યુલન્સ મારફત આ યુવાનને હોસ્પિટલે ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...