• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - બારવાણ નેસમાં 2 પરિવાર જૂના મનદુ:ખમાં તલવાર- ધારીયા લઇ સામ સામે તૂટી પડ્યા

બારવાણ નેસમાં 2 પરિવાર જૂના મનદુ:ખમાં તલવાર- ધારીયા લઇ સામ સામે તૂટી પડ્યા

5 ને ગંભીર ઈજા : રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા, સામસામી ફરિયાદ

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:20 AM
Porbandar - બારવાણ નેસમાં 2 પરિવાર જૂના મનદુ:ખમાં તલવાર- ધારીયા લઇ સામ સામે તૂટી પડ્યા
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બારવાણ નેશ ગામે 2 પરિવારના સભ્યો અગાઉના મનદુ:ખને કારણે સામસામે આવી ગયા હતા અને કુહાડી, તલવાર, ધારીયાથી સામસામે મારામારી કરતા ગંભીર રીતે ઈજા પહોંચી હતી. જેમાંથી 5 લોકોને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

જિલ્લાના રાણાવાવ તાલુકાના બારવાણ નેશ ગામે રાત્રીના સમયે રસ્તા બાબતે મનદુ:ખ રાખીને બોલાચાલી થતા સામસામે મારામારી થઈ હતી. જેમાં પુંજા વીરા મોરીએ એવી ફરિયાદ નોંધાવી હતી કે રસ્તા બાબતે અગાઉનું મનદુ:ખ રાખીને બોલાચાલી થતા દેવા આલા મોરી, બાલુ આલા મોરી, આલા વસ્તા મોરી અને વેજીબેન આલા મોરીએ તલવાર, કૂહાડી અને ધારીયા વડે તૂટી પડ્યા હતા. જ્યારે સામા પક્ષે બાલુ આલા મોરીએ પણ પોલીસ ફરિયાદ નોંધાવતા એવું જણાવ્યું હતું કે પુંજા વિરા મોરી, વિરા કરણા મોરી અને ગલા કરણા મોરીએ પણ તલવાર અને કુહાડી વડે હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈને આલા વસ્તા મોરી, વિરા કરણા મોરી, પુંજા વિરા મોરી અને ગલા કરણા મોરીને ગંભીર ઈજા થતા ભાવસિંહજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તમામને વધુ સારવારની જરૂર હોય જેથી રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તજવીજ હાથ ધરી છે.

X
Porbandar - બારવાણ નેસમાં 2 પરિવાર જૂના મનદુ:ખમાં તલવાર- ધારીયા લઇ સામ સામે તૂટી પડ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App