પોરબંદરમાં 40 ડિગ્રી તાપમાન, લોકો શેકાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં2 દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે 35 ડીગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે આજે તાપમાનનો પારો ઉંચકાઈને સીધો 40 પહોંચતા શહેરીજનો અકળાઈ ઉઠ્યા હતા. સામાન્ય રીતે સમુદ્ર કિનારાને લઈને પોરબંદરમાં લૂ લાગતી નથી પરંતુ પારો ઉંચો જતા લોકો ગરમી અનુભવે છે. પોરબંદરમાં એકસમયે 32 ડીગ્રી તાપમાનમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠતા હતા પરંતુ સમય જતા હવે દિવસેને દિવસે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને લોકો ઉકળાટ અનુભવી રહ્યા છે. તાપમાનમાં દિવસે-દિવસે થતા વધારાનું કારણ પર્યાવરણ પરની અસરોને માનવામાં આવે છે. જો કે રાત્રીના સમયે સમુદ્ર પરથી આવતા પવનોને કારણે લોકોને રાત્રે ગરમીથી ચોક્કસ રાહત મળે છે પરંતુ દિવસે લોકો પસીનાથી પરેશાન થઈ જાય છે. હજુ તો ઉનાળાનો પ્રારંભ થયો છે તે પહેલા ગરમી વધી છે ત્યારે આગામી ગરમીને લઈને લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

દરિયાકાંઠે વસેલા પોરબંદર શહેરમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો ઉંચકાયો, ચૈત્ર મહિનાના પ્રારંભે વૈશાખી માહોલ

લોકોએ ઠંડાપીણાનું સેવન કરીને ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કર્યો

અન્ય સમાચારો પણ છે...