પોરબંદરમાં દેશી દારૂ સાથે 2 ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ખારવાવાડમાંથી ભીખુ ઉર્ફે ભીખલો રામજી કુહાડાનાં કબ્જામાંથી પોલીસે દેશી દારૂ લીટર 7 કિંમત રૂ. 140 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને વધુ તપાસ કરતા આ દેશી દારૂ મહેન્દ્ર ઉર્ફે જોની ગીરધર તોરણીયા પાસેથી વેચાણે લાવ્યાની કબુલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં પોરબંદરનાં છાંયા વિસ્તારનાં જુનો વણકરવાસ પાસેથી રમેશ સોમા શીંગરખીયાનાં કબ્જામાંથી પોલીસે દેશી દારૂ લીટર 3 કિંમત રૂપીયા 60 નો મુદ્દામાલ જપ્ત કરી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...