‘બાળ અધિકાર-જવાબદારી આપણા સૌની’ વર્કશોપ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગર દ્વારા ‘‘બાળ અધિકાર-જવાબદારી આપણા સૌની’’ વિષય પર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, બિરલા ફેકટરી સામે, પોરબંદર ખાતે આગામી તા. 23/1/2018ના રોજ સવારે 9 થી 12 કલાક સુધી એક દિવસીય તાલુકાકક્ષાનો વર્કશોપ યોજાશે. પોરબંદર ખાતે યોજાનાર વર્કશોપમાં પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાનો સમાવેશ કરાશે. તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, પોરબંદરની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...