• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં 26મી જાન્યુઆરીની ઉજવણીની તૈયારીઓનો ધમધમાટ

પોરબંદરમાં 26મી જાન્યુઆરીની ઉજવણીની તૈયારીઓનો ધમધમાટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં 26મી જાન્યુઆરીની ઉજવણીની તૈયારીઓનો તંત્ર દ્વારા ધમધમાટ શરૂ કરી દેવાયો છે. અને આ અંગે જિલ્લા કલેક્ટરે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાએ ઉજવણી કરવા સંદર્ભે જિલ્લાના પ્રજાસતાક પર્વ 26 જાન્યુઆરીની ઉજવણી પોરબંદર ખાતે કરવામાં આવશે. પ્રજાસતાક પર્વની ઉજવણીને લઇ કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. પોરબંદર શહેરમાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થનાર હોય માર્ચ-પાસ્ટ, સાંસ્કૃતિ કાર્યક્રમો ટેબ્લો, સ્ટોલ તથા અન્ય કાર્યક્રમોના આયોજન માટે કલેક્ટરે અધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતુ. ઉપરાંત સમગ્ર કાર્યક્રમની ઉજવણી ગરીમાપૂર્વક કરવા તથા શાળાઓમાં વિવિધ સ્પર્ધાનું આયોજન અને પ્રભાતફેરી માટે શિક્ષણ વિભાગના અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

25 મી જાન્યુઆરીએ રિહર્સલ યોજાશે
જિલ્લામાં 26 મી જાન્યુઆરીની ઉજવણી ખૂબ જ દબદબાભેર થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરૂ આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. અને આગામી તારીખ 25 જાન્યુઆરીના સવારે 9 વાગ્યે રિહર્સલ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...