ગોઢાણા ચેકપોસ્ટ પરથી દેશીદારૂ સાથે શખ્સ ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના ગોઢાણા ચેકપોસ્ટ ઉપરથી પસાર થતા એક શખ્સની પોલીસે અટક કરી તલાશી લેતા તેમની પાસેથી દેશીદારૂ મળી આવ્યો હતો આથી પોલીસે આ શખ્સને ઝડપી લીધો હતો. તે ઉપરાંત શહેરના મોદી પ્લોટ વિસ્તારમાંથી એક શખ્સને ત્રણ લિટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદર નજીક આવેલા બાવળવાવ પંચાયતની બાજુમાં રહેતો દિલીપ છગન પાંડાવદરા નામનો શખ્સ ગઇકાલે ગોઢાણા ચેકપોસ્ટ પરથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન પોલીસે શંકાના આધારે તેની અટક કરી તલાશી લેતા તેમની પાસેથી 25 લિટર દેશી દારૂ કિ.રૂ. 500 મળી આવતા પોલીસે તેમને ઝડપી લીધો હતો. તે ઉપરાંત પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટમાંથી માધા માંડા પરમાર પાસેથી ત્રણ લીટર દેશીદારૂ કિં. રૂ. 60 મળી આવતા પોલીસે તેમને ઝડપી લઇ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...