• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • કોલીખડામાં મકાન, રાણાવાવમાં રીક્ષામાંથી વિદેશી દારૂ મળી આવ્યો

કોલીખડામાં મકાન, રાણાવાવમાં રીક્ષામાંથી વિદેશી દારૂ મળી આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદેશી દારૂની હેરાફેરી કરનાર 4 શખ્સો સામે ફરિયાદ

પોરબંદરમાંજન્માષ્ટમીના તહેવાર ઉપર જુગારની સાથેસાથે વિદેશી દારૂનું પણ દૂષણ વધ્યું હોય તેમ બે સ્થળો ઉપર પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. કોલીખડા ગામે ખીમા ડાયાભાઈ કોડીયાતરના રહેણાંક મકાનમાં ઉદ્યોગનગર પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂની બોટલ નંગ 3, કિં. રૂા. 900 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધો હતો. શખ્સની પૂછપરછ દરમિયાન તેમણે દારૂનો જથ્થો પોરબંદરના જુના રબારીકેડા વિસ્તારમાં રહેતા સામત ખીમા કોડીયાતર પાસેથી લીધો હોવાની કબુલાત આપતા પોલીસે શખ્સ વિરૂદ્ધ પણ ગુન્હો નોંધ્યો છે. અન્ય એક બનાવમાં રાણાવાવ ટોલનાકા નજીકથી હિતેશ પોલાભાઈ ઓડેદરા નામનો શખ્સ રીક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પોલીસે શંકાના આધારે રોકીને તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 11 બોટલ, કિં. રૂા. 3300 મળી આવતા પોલીસે રીક્ષા સહિત કુલ રૂા. 53,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવમાં શખ્સ વિરૂદ્ધ પણ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...