સોઢાણા ગામે 16.50 લાખના ખર્ચે વિકાસકામો હાથ ધરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો શરૂ કરાતા લોકોમાં આનંદ

પોરબંદરશહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે. સોઢાણા ગામે ઘણા લાંબા સમયથી પેવર બ્લોક અને સીસી રોડ બનાવવાની માંગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી અંતે કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાને રજૂઆત કરતા તેમના પ્રયાસોથી સોઢાણામાં પેવરબ્લોક અને સીસી રોડ બનાવવાના કામો શરૂ કરવામાં આવ્યા છે ઉપરાંત સ્મશાનમાં પાણીના બોર અને મોટરની વ્યવસ્થા કરવામાં આવી છે. વિકાસના કામોનું ખાતમુહૂર્ત સુદામા ડેરીના ચેરમેન અરજનભાઈ ભુતિયા તેમજ ઉપસરપંચ લીલાભાઈ કારાવદરા તેમજ ગ્રામ્ય આગેવાન બાલુભાઈ કારાવદરા અને મુકેશભાઈ કારાવદરાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસના કામો શરૂ થતા આનંદની લાગણી ફરી વળી હતી.

અન્ય સમાચારો પણ છે...