• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • રોટરી ક્લબ દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને ફરસાણ મીઠાઈનું વિતરણ

રોટરી ક્લબ દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને ફરસાણ-મીઠાઈનું વિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર રોટરી ગાંધી સુદામાનગરી તથા રોટરી ક્લબ રાણાવાવના સંયુક્ત ઉપક્રમે રાણાવાવથી 8 કિલોમીટર દૂર કાજાવદરીની ખાણ વિસ્તારમાં મજુરીકામ કરતા પરિવારોને જન્માષ્ટમીના તહેવારોને લઈને મીઠાઈ અને ફરસાણની કીટનું વિતરણ કરાયું હતું. અંદાજે 300 જેટલા પરિવારોને કીટ અર્પણ કરવામાં આવી હતી. તકે ભરતભાઈ રાજાણી, ડો. સુરેખાબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...