• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ટ્રાફિક નિયંત્રણ માટે બિરલા હોલ નજીકનો રસ્તો ખૂલ્લો કરાયો

ટ્રાફિક નિયંત્રણ માટે બિરલા હોલ નજીકનો રસ્તો ખૂલ્લો કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકોને હવે બિરલા હોલની સાંકડી ગલીમાંથી પસાર થવું નહીં પડે

પોરબંદરમાંજૂના ફૂવારાથી કમલાબાગ સુધીના રસ્તાનું નવિનીકરણનું કામ ચાલી રહ્યું હોય જેને કારણે મુખ્ય રસ્તો ગોઢાણીયા કોલેજ સુધી બંધ કરી દેવામાં આવતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને બિરલા હોલ નજીકની ગલીમાંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જન્માષ્ટમીના તહેવારને લઈને વાહનોનો ભારે ધસારો રહેતો હોય જેને લઈને નગરપાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે બિરલા હોલની ગોલાઈથી નવા ફૂવારા સુધીનો રસ્તો આજે બપોર બાદ ખૂલ્લો કરી દેવામાં આવ્યો છે જેથી હવે લોકોને બિરલા હોલની સાંકડી ગલીમાંથી પસાર થવું નહીં પડે. હાલ બિરલા હોલની સામેથી છાયાચોકી સુધીનો રસ્તો ખૂલ્લો છે ત્યારે હવે રસ્તા ઉપરથી પસાર થતા વાહનો બિરલા હોલ પાસેથી પસાર થઈને સીધા જુના ફૂવારા સુધી પહોંચી શકશે. રીતે નગરપાલિકાના ઉપપ્રમુખ સરજુભાઈ કારીયા અને ચીફ ઓફિસર આર.જે. હુદડના પ્રયાસોથી બિરલા હોલથી જુના ફૂવારા સુધીનો રસ્તો કાર્યરત કરી દેવામાં આવતા શહેરીજનોમાં આનંદની લાગણી ફરી વળી છે.

અન્ય સમાચારો પણ છે...