શિક્ષણ વગર સમાજ, રાષ્ટ્રનો તંદુરસ્ત વિકાસ શક્ય નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોજીવાડા ગામે શાળાનું લોકાર્પણ કરાયું

પોરબંદરતાલુકાના રોજીવાડા ગામે 18 લાખના ખર્ચે તૈયાર થયેલ શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં એવું જણાવાયું હતું કે, શિક્ષણવગર કોઈપણ સમાજ અને રાષ્ટ્રનો તંદુરસ્ત વિકાસ શક્ય નથી.

પોરબંદર તાલુકાના રોજીવાડા ગામે 18 લાખના ખર્ચે શાળાનું નવનિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 3 ઓરડા સહિતની સુવિધા પૂરી પાડવામાં આવી છે. રોજીવાડા ગામે શાળા તૈયાર થતા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ એવું જણાવ્યું હતું કે, કોઈપણ સમાજ રાજ્ય અને રાષ્ટ્રના તંદુરસ્ત વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરીયાત છે અને બાળકોને નિયમિત નિશાળે મોકલવા વાલલીઓને જાગૃતિ કેળવવા તથા સામાજીક આગેવાનોને શિક્ષણક્ષેત્રે યોગદાન આપવા જણાવ્યું હતું.

તકે જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ ભીમભાઈ ઓડેદરા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...