• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • માનસિક અસ્થિર બાળકોએ ચિત્ર, લીંબુ ચમચી સ્પર્ધામાં ભાગ લીધો

માનસિક અસ્થિર બાળકોએ ચિત્ર, લીંબુ ચમચી સ્પર્ધામાં ભાગ લીધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા શિશુકુંજ મંદબુદ્ધિના બાળકોની વિશિષ્ટ શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મંદબુદ્ધિના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા ઉપરાંત ઈન્ડોર સ્પર્ધા, ચિત્રસ્પર્ધા, વાજીંત્ર સ્પર્ધા, સંગીત ખુરશી, લીંબુ-ચમચી વગેરે સ્પર્ધામાં ભાગ લીધો હતો. તકે જિલ્લા રમતગમત અધિકારી વિશાલભાઈ જોષી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એ.ડી.આઈ. પરમાર, સંસ્થાના ટ્રસ્ટી માધુરીબેન જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

માનસિક અસ્થિર બાળકોને પ્રાેત્સાહિત કરાયા. તસ્વીર: નિકુંજ ચૌહાણ

પોરબંદરની શિશુકુંજ શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...