• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં સ્ટેટ લાયબ્રેરીના હોદ્દેદારોની બેઠક યોજાઈ

પોરબંદરમાં સ્ટેટ લાયબ્રેરીના હોદ્દેદારોની બેઠક યોજાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં બસસ્ટેશન નજીક આવેલ સ્ટેટ લાયબ્રેરીના હોદ્દેદારોની બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં સંચાલક મંડળ અને પુસ્તક પસંદગી મંડળની રચના કરવામાં આવી હતી.

પોરબંદર શહેરમાં અસ્માવતી ઘાટ તરફ જતા માર્ગ પર બસસ્ટેશન નજીક 130 વર્ષ જુની સ્ટેટ લાયબ્રેરી આવેલ છે. ગ્રંથાલય 44,693 જેટલા પુસ્તકોનો ખજાનો હોવાથી વાંચકોની કાયમી ભીડ રહે છે. અનેક દુર્લભ પુસ્તકો પણ અહીં વાંચવા માટે મળે છે. સ્ટેટ લાયબ્રેરીમાં નવા વર્ષના હોદ્દેદારોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેટ લાયબ્રેરીમાં સંચાલક મંડળ અને પુસ્તક પસંદગી મંડળની રચના કરવામાં આવી હતી.

પ્રમુખ તરીકે દિપકભાઈ લાખાણી, ઉપપ્રમુખ સુનિલભાઈ મોઢા, સત્યમભાઈ વોરા, ગ્રંથપાલ ભરતભાઈ લોઢારી, સભ્ય નટુભાઈ રાયચુરા, દિપકભાઈ માખેચા, દર્શિત ગોસ્વામી અને બદિયાણી સહિતના નવા વર્ષના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. બેઠકમાં નવા વર્ષમાં વધુ સારા પુસ્તકોનો ખજાનો ઉપલબ્ધ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.

સંચાલક મંડળ,પુસ્તક પસંદગી મંડળની રચના

અન્ય સમાચારો પણ છે...