તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપીંડી કરનાર દંપતીને જામીન પર મુક્ત કરાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંએક પ્રૌઢને ફ્લેટ વેચવાનું કહી રૂા. 10 લાખ લીધા બાદ ફરાર થઈ ગયા હતા. અંગે પ્રૌઢે દંપતિ સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોરબંદર પોલીસે દંપતિને અમદાવાદથી ઝડપી લઈ પોરબંદર લાવ્યા હતા.

પોરબંદરના વાડીપ્લોટમાં મીલેનીયમ ટાવર ફ્લેટ નં. 205 માં રહેતા ઉદયભાઈ અમુલ્યભાઈ કુસારી નામના બંગાળીએ ટાવરના ફ્લેટ નં. 903 માં રહેતા દેવાંગ કિશોર દાવડા અને તેમના પત્ની જ્યોતિ દેવાંગ દાવડા સાથે ટાવરના ફ્લેટ નં. 803 નો રૂા. 18 લાખમાં વેચાણ કરી સાટાખત કર્યું હતું. સાટાખત સમયે ઉદયભાઈ પાસેથી દંપતિએ રૂા. 10 લાખ લીધા હતા અને બાકીના નાણા પાકા દસ્તાવેજ સમયે 2 માસ બાદ આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ 6 માસ બાદ પણ દંપતિએ ઉદયભાઈને પાકો દસ્તાવેજ કરી આપ્યો હતો અને નાણાં પરત આપતા ઉદયભાઈએ દંપતિ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે દંપતિને અમદાવાદના મેમનગર વિસ્તારના એક એપાર્ટમેન્ટમાંથી ઝડપી લઈ પોરબંદર લાવ્યા હતા અને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવાના હતા તે પહેલા દંપતિને રાતના જામીન મળી જતા દંપતિને જામીન ઉપર છોડી દેવામાં આવ્યા હતા.

પોલીસે દંપતિને અમદાવાદથી ઝડપી લીધા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો