તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • સૌરાષ્ટ્રમાં પોરબંદર ખાતે મરીન યુનિવર્સિટી શરૂ કરવા માંગ ઉઠી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્રમાં પોરબંદર ખાતે મરીન યુનિવર્સિટી શરૂ કરવા માંગ ઉઠી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રવિકાસ પરીષદના મહામંત્રી દિલશાદ શેખે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના જાગૃત પ્રમુખ દિનેશભાઇ વિઠ્ઠલાણીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને આગામી બજેટમાં “મરીન યુનિવર્સિટી” શરૂ કરવા જોગવાઇ કરી છે. આગામી વર્ષે સૌરાષ્ટ્રમાં મુકામે મરીન કોલેજ યુનિવર્સિટી શરૂ કરવા જણાવ્યું છે. આજથી 49 વર્ષ પહેલાં સ્વ. ઇન્દીરાબેન ગાંધી રાજકોટ પધારેલા ત્યારે સૌરાષ્ટ્રમાં વેરાવળ મુકામે મરીન યુનિવર્સિટી શરૂ કરવા સ્વ. વડાપ્રધાન ઇન્દીરાબેન ગાંધીને આવેદનપત્ર સર્કીટ હાઉસ રાજકોટ ખાતે આપ્યુ હતું. હાલમાં વેરાવળમાં સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના થયેલી હોય. પોરબંદરમાં “મરીન યુનિવર્સિટી” શરૂ કરવા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદે માંગણી કરી છે. દિનેશભાઇ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના બંદરોનો વિકાસ થાય તો લાખો રૂપિયાનું વિદેશી હુંડીયામણ મળે તેમ છે અને સૌરાષ્ટ્રમાં “મરીન કોલેજ યુનિવર્સિટી” શરૂ કરાય તો દરિયા કાંઠે મત્સોદ્યોગ સાથે સંકળાયેલા લોકોના વિકાસની તકો ઉભી થશે.

માતુશ્રી કસ્તુરબા મોહનદાસ ગાંધી નામ આપવા રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો