ખાપટ વિસ્તારમાં એક જ ડંકી હોવાથી પાણી માટે મહિલાઓને વલખા મારવા પડે છે
પોરબંદરના ખાપટ વિસ્તારમાં પીવાનું પાણી સમયસર લોકોને મળતું ન હોવાની ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને અહીં મહિલાઓના જણાવ્યા અનુસાર એક જ ડંકી હોવાથી પીવાનું પાણી મેળવવા માટે મહિલાઓની સવારથી જ લાંબી કતારો લાગી જતી હોય છે. જવાબદાર તંત્ર દ્વારા ખાપટમાં વસવાટ કરતા સ્થાનિકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠવા પામી હતી.