• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળના CCFની સુરત ખાતે અચાનક બદલી કરી દેવાઇ

જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળના CCFની સુરત ખાતે અચાનક બદલી કરી દેવાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુજલામ - સુફલામ યોજના હેઠળ ડેમોમાંથી કાંપ કાઢવાના મુદ્દે વન વિભાગનાં અધિકારીઓએ કાયદાઓના મનઘડત ઉપયોગો કરતાં બુધવારે સાસણ અને પોરબંદરનાં ડીસીએફની બદલી બાદ ગુરૂવારે જૂનાગઢનાં મુખ્ય વન સંરક્ષકની અચાનક સુરત ખાતે બદલી થતા વન વિભાગ સંરક્ષકની અચાનક સુરત ખાતે બદલી થતા વન વિભાગમાં ચર્ચાને ચકરાવે ચઢયો છે. જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળના મુખ્ય વનસંરક્ષક એ.પી.સીંગની ગુરૂવારે સુરત ખાતે વર્કીંગ પ્લાનનાં મુખ્ય વનસંરક્ષક તરીકે બદલી કરી નાંખવામાં આવી છે. જયારે તેમના સ્થાને ગાંધીનગર ખાતે ફોરેસ્ટ પ્રોટેકશનના મુખ્ય વનસંરક્ષક તરીકે ફરજ બજાવતા ડી.ટી. વસાવડાની જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષક તરીકે નિમણુંક કરવામાં આવતા વન વિભાગમાં હડકંપ મચી ગયો છે. આ બદલીઓ પાછળ શીંગોડા ડેમમાંથી કાંપ કાઢવાનાં મુદાને લઇ છેલ્લા ઘણા સમયથી મોટાપ્રમાણમાં વિવાદો ગ્રામજનો અને વન વિભાગ વચ્ચે વિવાદો થયા હતાં. જેમાં સરકારની યોજના અંતર્ગત કાંપ કાઢવામાં વન વિભાગનો વિરોધ હતો. જે બાબતે ગાંધીનગર મુખ્યમંત્રી સહિતનાઓએ કરેલા આદેશનો પણ ઉલાળીયો કરવામાં આવતો હોવાથી આ બદલીઓનો દોર ચાલુ કરવામાં આવ્યો હતો. જેમાં બે ડીસીએફ બાદ ગુરૂવારે સીસીએફની બદલીના ઓર્ડર થતા સન્નાટો ફેલાઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...