તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરબી સમુદ્રમાં લો પ્રેસરથી 900 બોટ પરત ફરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોવાની સામેની બાજુએ અરબી સમુદ્રમાં લો પ્રેશર થતા વાવાઝોડું ઉદભવી રહ્યું છે. છેલ્લા 4 દિવસથી ગુજરાતનાં દરિયાકિનારા પર વાવાઝોડાની અસર થતી જોવા મળી રહી છે. ત્યારે રવિવારના દિવસે પોરબંદરના બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું હતું અને માછીમારોને દરિયો ન ખેડવા તેમજ માછીમારી કરવા ગયેલા માછીમારોને તાત્કાલીક નજીકના બંદર પર પહોંચી જવા સુચના આપવામાં આવી હતી. જેના પગલે માછીમારો પણ સમુદ્રમાંથી નજીકના બંદરે પહોંચી ગયા હતા. બોટ એસોસીએશનના પ્રમુખ જાદવજી પોસ્તરીયાના જણાવ્યા અનુસારના જણાવ્યા અનુસાર 1200 જેટલી બોટ સમુદ્રમાં માછીમારી કરવા માટે ગઈ હતી. વાવાઝોડાની અસરને લઇ તમામ માછીમારોને જી.પી.આર.એસ. રેડીયો સીસ્ટમ મારફતે 1 નંબરનું સિગ્નલ અપાયાની સૂચના અપાઈ હતી. જેને પગલે 900 જેટલી બોટ અને તેના ખલાસીઓ તાત્કાલીક નજીકના બંદર વિસ્તારે પહોંચી ગયા હતા. તેમજ 300 જેટલી બોટો હજુ પણ સમુદ્રમાં માછીમારી માટે તરતી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. ઓમાન નજીક સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ધીમીગતિએ વાવાઝોડું ઉદભવી રહ્યું છે અને આ વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે. અત્યારસુધીમાં વાવાઝોડાને કારણે કોઈ પ્રકારની જાનહાનિ ન થઈ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ બોટોના ખલાસીઓને દરિયો ન ખેડવા અને સલામત સ્થળે તાત્કાલીક ધોરણે પહોંચી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. જો કે પોરબંદર જિલ્લામાં બપોરે આકરો તાપ પણ પડ્યો હતો પરંતુ સાંજ પડતા દરિયાકિનારે પવન સાથે ઠંડક પ્રસરી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

સમુદ્રમાં 30 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો
હવામાન વિભાગે વાવાઝોડાને લઈને અરબી સમુદ્રની અંદર 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. સમુદ્રકિનારા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને સાવચેત રહેવા અને સ્થાનિક તંત્રને પણ એલર્ટ રહેવા સુચના અપાઈ છે. જરૂર પડ્યે લોકોને સલામત સ્થળે ખસેડવાની પણ તંત્રની તૈયારી છે. તસ્વીર: ઋષી થાનકી

વાવાઝોડાનું નામ હજુ નક્કી નથી કરાયું
વાવાઝોડું અરબી સમુદ્રમાં ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે હાલ વાવાઝોડાનું નામ જણાવવામાં આવ્યું નથી પરંતુ ધીમી ગતિએ આગળ વધી રહેલ વાવાઝોડાનું નામ ઈન્ટરનેશનલ લેવલે નક્કી થાય છે તેવું જણાવવામાં આવ્યું હતું.

ઓમાન અને પાકિસ્તાન તરફ પવનની દિશા નક્કી થઈ
ગોવાની સામેની દિશામાં સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વાવાઝોડું ઉદભવ્યું છે અને અરબી સમુદ્રમાં ઓમાન તથા પાકિસ્તાન બાજુ પવનની દિશા નક્કી થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...