તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar રાણાવાવના આધેડ 30 વર્ષથી કરે છે મહેર સમાજનાં સાહિત્યોનો સંગ્રહ

રાણાવાવના આધેડ 30 વર્ષથી કરે છે મહેર સમાજનાં સાહિત્યોનો સંગ્રહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના રાણાવાવ તાલુકામાં પરેશનગરમાં રહેતા ભરતભાઈ ગીગાભાઈ ઓડેદરા નામના આધેડને નાનપણથી જ વાંચનનો શોખ છે. છેલ્લા 30 વર્ષથી આ આધેડે પોતાની મહેર જ્ઞાતિની ચીજવસ્તુઓનો સંગ્રહ કર્યો છે. ભરતભાઈના જ્ઞાતિ મિત્ર ભરતભાઈ બાપોદરા લેખક હતા અને મહેર જ્ઞાતિના પુસ્તકો લખતા હતા ત્યારે આ લેખક પુસ્તકો વહેંચવા માટે આપતા હતા. આ આધેડે મહેર જ્ઞાતિના અતિ જુના અને નવા 50 પુસ્તકો સંગ્રહ કર્યા છે. મહેર જ્ઞાતિની જુની ઓડીયો કેસેટ, વિડીયો કેસેટ અને સીડીઓ પણ સંગ્રહ કરી છે.

આ ઉપરાંત ભરતભાઈએ પોતાની જ્ઞાતિના વર્તમાનપત્રોમાં આવતા લેખો પણ કટીંગ કર્યા છે જેમાં મહેર જ્ઞાતિના કાર્યક્રમો, હરિફાઈ, ધારાસભ્યોના લેખો, ઉદઘાટન આ ઉપરાંત મહેર એકતા નામના મેગેઝીનમાં આવતા લેખો, ચિત્રલેખા અને અભિયાનના મહેર જ્ઞાતિના ઐતિહાસિક લેખોના કટીંગો અને મહેર સુપ્રિમ કાઉન્સીલના અંકો સંગ્રહ કર્યા છે જે કટીંગો 6,200 જેટલા જોવા મળે છે. આ સાથે ભરતભાઈ ઓડેદરાએ આવનારી પેઢીને આ કટીંગો અને સાહિત્ય કામ આવે તે માટે આજીવન કટીંગો ભેગા કરતા રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...