• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - 150મી ગાંધી જયંતિની ઉજવણીને લઇ 2 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમ યોજાશે

150મી ગાંધી જયંતિની ઉજવણીને લઇ 2 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમ યોજાશે

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આયોજન

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:16 AM
Porbandar - 150મી ગાંધી જયંતિની ઉજવણીને લઇ 
 2 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમ યોજાશે
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 150 મી ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે 2 જી ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમ યોજાનાર છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત દેશભરમાં 15 સપ્ટેમ્બરથી 2 જી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા ઝુંબેશનું આયોજન કરવા આહવાન કરાયું છે. સ્વચ્છતા હી સેવા નો મુખ્ય આશય જનઆંદોલનથી સ્વચ્છ ભારત અને સ્વચ્છતા જ બધાની જવાબદારી તેને વેગ આપવાનો છે. જેના પરિપ્રેક્ષ્યમાં ઝુંબેશ હેઠળ પખવાડીયા દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ થશે. જેમાં નાગરીકોએ સાંકળી સ્વચ્છતાગ્રહી અને ગાંધી વોલેન્ટીયર્સથી સાર્વજનિક અને જાહેર સ્થળોની સ્વચ્છતા અંગે શ્રમદાન, મનરેગા હેઠળ શ્રમદાન હેઠળ પસંદ કરેલ ગામોમાં કંપસ્ટપીટ અને સેગ્રીગ્રેશન શેડનું બાંધકામ તેમજ નાગરીક તથા સ્વસહાય જુથોની બહેનોની સક્રિય સામેલગીરીથી ઘનકચરાના વ્યવસ્થાપન અંગે ડોર ટુ ડોર કલેક્શન અને પરંપરાગત રીતે ખૂલ્લામાં શૌચક્રિયા માટે વપરાતી જગ્યાઓ ઉપર શ્રમદાનથી સામુહિક સાફસફાઈ કરી, મનરેગા અંતર્ગત વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

X
Porbandar - 150મી ગાંધી જયંતિની ઉજવણીને લઇ 
 2 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમ યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App