Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - પોરબંદર તાલુકાના રતનપુર ગામે સ્વચ્છતા રેલી યોજાઈ

પોરબંદર તાલુકાના રતનપુર ગામે સ્વચ્છતા રેલી યોજાઈ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:16 AM

Porbandar News - 150 મી ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજન કરાયું

  • Porbandar - પોરબંદર તાલુકાના રતનપુર ગામે સ્વચ્છતા રેલી યોજાઈ
    પોરબંદર તાલુકાના રતનપુર ગામે 150 મી ગાંધીજયંતિની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં 2 જી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લાના તમામ ગામોમાં પણ પ્રભાતફેરી, સ્વચ્છતા રેલી યોજવામાં આવી રહી છે. ત્યારે સ્વચ્છતા હી ઝુંબેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું. પોરબંદર તાલુકાના રતનપુર ગામે વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ મોદીનું ઉદબોધન સાંભળ્યું હતું અને ગ્રામજનો સાથે સ્વચ્છતા રેલી પણ યોજવામાં આવી હતી. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેષભાઈ મોરી, જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ ભીમાભાઈ ઓડેદરા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ