Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - આર્યકન્યા ગુરૂકુળ મહિલા કોલેજ ખાતે નશાબંધીના ઘનિષ્ઠ પ્રચાર-પ્રસાર અંગે કાર્યક્રમનું આયોજન કરાયું

આર્યકન્યા ગુરૂકુળ મહિલા કોલેજ ખાતે નશાબંધીના ઘનિષ્ઠ પ્રચાર-પ્રસાર અંગે કાર્યક્રમનું આયોજન કરાયું

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:16 AM

Porbandar News - પોરબંદર | આર્યકન્યા ગુરૂકુળ મહિલા કોલેજ ખાતે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા નશાબંધીના ઘનિષ્ઠ પ્રચાર-પ્રસાર...

  • Porbandar - આર્યકન્યા ગુરૂકુળ મહિલા કોલેજ ખાતે નશાબંધીના ઘનિષ્ઠ પ્રચાર-પ્રસાર અંગે કાર્યક્રમનું આયોજન કરાયું
    પોરબંદર | આર્યકન્યા ગુરૂકુળ મહિલા કોલેજ ખાતે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા નશાબંધીના ઘનિષ્ઠ પ્રચાર-પ્રસાર માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નશાબંધી વિષયક વિવિધ સ્પર્ધાઓ જેવી કે નશાબંધી સુત્રો, બેનરો, ચિત્રસ્પર્ધા, નશાનો સનેડો ગીત તથા નાટકના કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રંગ કલા કૌશલ્યધારાના કલાકારોએ પ્રો. શોભનાબેન વાળા તથા પ્રો. ઉષાબેન મકવાણા રચીત વિદ્યાર્થીની દ્વારા વિવિધ કલાઓ પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. જાણીતા લોકસાહિત્યકારે વ્યસનમુક્તિ અભિયાનમાં દીકરીઓનો મહત્વનો ફાળો હોવાનું જણાવ્યું હતું. દીકરીઓ કેવી રીતે પરિવારને વ્યસન અને નશાની જાળમાંથી છોડાવી શકે તે અંગે લોકસાહિત્યની સમજણ અપાઈ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ