• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - 11 વર્ષની દિકરીએ માટી એકઠી કરીગણપતિજીની મૂર્તિ બનાવી

11 વર્ષની દિકરીએ માટી એકઠી કરીગણપતિજીની મૂર્તિ બનાવી

માટીનાં ગણેશ પાણીના ટબમાં મૂર્તિનું વિસર્જન કરી માટીને ફૂલછોડમાં પીવડાવવા અનુરોધ કર્યો, પર્યાવરણના વિશે...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:16 AM
Porbandar - 11 વર્ષની દિકરીએ માટી એકઠી કરીગણપતિજીની મૂર્તિ બનાવી
પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રહેતી પાવનીબેન મહેશભાઈ મોતીવરસ નામની છઠ્ઠા ધોરણમાં ભણતી દીકરીએ માટી એકઠી કરી જાતે ગણપતિજીની મૂર્તિ બનાવી અને આ મૂર્તિનું સ્થાપન કર્યું અને પાણીના ટબમાં મૂર્તિનું વિસર્જન કરી માટીને ફૂલછોડમાં પીવડાવવા અનુરોધ કર્યો હતો. આધુનિક સમયમાં વિશ્વભરમાં પ્રકૃત્તિ અને પર્યાવરણ જાગૃતિ અંગે અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. પર્યાવરણને અનુકુળ થવા છતાં પર્યાવરણને બચાવવાના શક્ય એટલા પ્રયાસો થઈ રહ્યા છે. આ જનજાગૃતિનો વિચાર સામાન્ય થી સામાન્ય વ્યક્તિ સુધી પહોંચે તે અત્યંત આવશ્યક બન્યું છે. રોજિંદી જીવનશૈલીની સાથોસાથ તહેવારો અને તહેવારોની ઉજવણી પણ પ્રકૃત્તિ અને પર્યાવરણને અનુકુળ રહીને થાય એવા પ્રયત્ન તેમજ તેના વિશે જાગૃતિ લાવવી પણ જરૂરી બની છે. ઉત્સવો ઉજવતા થતું પ્રદૂષણ એ એક ખૂબ ગંભીર મુદ્દો બની ગયો છે અને ભવિષ્યમાં પણ એના ગંભીર પરિણામો વિશે લોકોને જાગૃત કરવા વિશ્વભરના દેશો અત્યંત ગંભીરતાથી વિચારતા થઈ ગયા છે.

સમયની આ ગંભીરતાને લઈને એક નાનકડી 6 ઠ્ઠા ધોરણમાં ભણતી દીકરી પાવની મહેશભાઈ મોતીવરસને ખૂબ સારો અને સરાહનીય વિચાર આવ્યો અને તેણે પોતાના જ હાથે માટી ભેગી કરી અને થોડીક મહેનત કરી ગણપતિ મહારાજની એક સુંદર મૂર્તિ બનાવી છે. પ્લાસ્ટીક ઓફ પેરીસમાંથી બનતી મૂર્તિઓ કરતા કેટલા દરજ્જે પ્રકૃત્તિને અનુરૂપ અને કુદરતી સ્ત્રોતોને પ્રદૂષિત ન કરતી આ મૂર્તિ અત્યંત સુંદર છે. મૂર્તિનું કદ પૂજા સ્થાપન માટે પૂરતું છે અને મૂર્તિનું વિસર્જન નદી, નાળામાં કે તળાવમાં કરીને પ્રદૂષિત નહીં કરતા એક મોટા ટબમાં વિસર્જન કરી ટબનું પાણી ગણપતિ મહારાજની મૂર્તિની માટીવાળું હશે તે પાણી ફૂલછોડના કુંડમાં પીવડાવી દેવા પણ નાનકડી દીકરીએ અનુરોધ કર્યો હતો. આજની ઉગતી પેઢીમાં આ પ્રકારના પર્યાવરણ અને પ્રકૃતિલક્ષી વિચારો રોપવામાં આવે અને પર્યાવરણના ફાયદા વિશે વિચારતી યુવાપેઢી થશે તો આવનારા સમયમાં પ્રદૂષણ નિયંત્રણ જેવા ગંભીર મુદ્દાઓનો ઉકેલ પણ મળી જશે. બાળકમાં અનુકરણવૃત્તિ હોય છે. આમ સારા વિચારને સરાહના મળે તો આ પ્રકારની સદપ્રવૃત્તિઓને ચોક્કસ વેગ મળશે તેવું પણ પર્યાવરણપ્રેમીઓ જણાવી રહ્યા છે.

Porbandar - 11 વર્ષની દિકરીએ માટી એકઠી કરીગણપતિજીની મૂર્તિ બનાવી
X
Porbandar - 11 વર્ષની દિકરીએ માટી એકઠી કરીગણપતિજીની મૂર્તિ બનાવી
Porbandar - 11 વર્ષની દિકરીએ માટી એકઠી કરીગણપતિજીની મૂર્તિ બનાવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App