• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - પોરબંદરમાં ખારવાસમાજ દ્વારા આયોજીત રામદેવજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવમાં સી.એમ. હાજર રહેશે

પોરબંદરમાં ખારવાસમાજ દ્વારા આયોજીત રામદેવજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવમાં સી.એમ. હાજર રહેશે

મુખ્યમંત્રીના કાર્યક્રમના આયોજન અંગે જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઈ

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:16 AM
Porbandar - પોરબંદરમાં ખારવાસમાજ દ્વારા આયોજીત રામદેવજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવમાં સી.એમ. હાજર રહેશે
પોરબંદરમાં ખારવાસમાજ દ્વારા આયોજીત રામદેવજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવ નિમીતે હાજર રહેનાર મુખ્યમંત્રીના કાર્યક્રમના આયોજન અંગે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.

પોરબંદરમાં ખારવાસમાજ દ્વારા આગામી તા. 20 સપ્ટેમ્બરના રોજ રામદેવજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજરી આપશે. જેના અનુસંધાને જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને આગવા આયોજનના ભાગરૂપે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની ટ્રાફિક વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત, સ્વાગત સન્માન તેમજ કાર્યક્રમ સુચારૂ રીતે આયોજીત કરવા સબંધીતોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં બારગામ ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ ખુદાઈ, બોટ એસોસીએશનના પ્રમુખ જાદવજી પોસ્તરીયા, ખીમજીભાઈ મોતીવરસ, જિલ્લા ભાજપના પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા વગેરે અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા.

X
Porbandar - પોરબંદરમાં ખારવાસમાજ દ્વારા આયોજીત રામદેવજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવમાં સી.એમ. હાજર રહેશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App