Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - પોરબંદરના વિસાવાડા ગામે 13 મી સદીની જ્ઞાનકુંડ વાવ લોકો માટે બની આસ્થાનું પ્રતિક

પોરબંદરના વિસાવાડા ગામે 13 મી સદીની જ્ઞાનકુંડ વાવ લોકો માટે બની આસ્થાનું પ્રતિક

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:16 AM

અનેક પર્યટકો વાવમાં સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે

  • Porbandar - પોરબંદરના વિસાવાડા ગામે 13 મી સદીની જ્ઞાનકુંડ વાવ લોકો માટે બની આસ્થાનું પ્રતિક
    પોરબંદર તાલુકાના વિસાવાડા મુળ દ્વારકા ખાતે 13 મી સદીની એક વાવ આવેલી છે. આ વાવના ફૂટ અને મંડપોના ફાંસનાકાર શિખર છે. તેમજ છેલ્લા 2 ફૂટના એક-એક મજલા ક્રમ અનુસાર હોવા જોઈએ એના કરતા ઓછા હોવાથી આ વાવ નોંધપાત્ર છે. આ વાવના પ્રવેશમંડપને ટેકાવાળી બેઠકો છે. વાવના અંદરના ગોખમાં સૂર્ય, વિષ્ણુ અને બ્રહ્માની પ્રતિમાઓ બિરાજમાન છે અને લોકોમાં આ વાવ જ્ઞાનવાવ તરીકે જાણીતી બની છે. ગામની મજીયારી મિલ્કત એવી વાવ ભુજળથી ભરાતી માટી કુદરતી ગળણીનું કામ કરી રહી છે. પુરાતત્વવિભાગ રક્ષિત સ્મારક આપણા વારસાનો મહત્વનો હિસ્સો છે અને પ્રાચીન સ્મારકો તથા પુરાતત્વના સ્થળો, અવશેષોના કાયદા અંતર્ગત આ વાવ રક્ષિત છે. આધુનિક સમયમાં 13 મી સદીની પુરાતત્વ વિભાગ રક્ષિત જ્ઞાનકુંડ વાવ લોકો માટે પણ આસ્થાનું પ્રતિક બની છે અને જ્ઞાનકુંડ વાવનું ખૂબ જ અનેરૂં મહત્વ છે. લોકોમાં એવી માન્યતાઓ સેવાઈ રહી છે કે જ્ઞાનકુંડ વાવમાં ન્હાવાથી પાપો ધોવાઈ જાય છે.

    વિસાવાડા ગામે આવેલ જ્ઞાનકુંડ વાવમાં પ્રવાસીઓ સ્નાન કરવા માટે આવી રહ્યા છે. વાવમાં સ્નાન કરી પ્રવાસીઓ ધન્યતા અનુભવી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending