તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar રંગરોગાન પાછળ થયેલા ખર્ચ અંગે અરજદારને પ્રત્યુત્તર પાઠવવા આદેશ

રંગરોગાન પાછળ થયેલા ખર્ચ અંગે અરજદારને પ્રત્યુત્તર પાઠવવા આદેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં 2 જી ઓક્ટોબર પહેલા માણેકચોક ખાતે તાકના રંગરોગાનનું કામ કરવામાં આવી રહ્યું હતું. 1 લાખ રૂપીયાના ખર્ચે રંગરોગાનનું કામની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાની આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ પ્રફુલ દત્તાણીએ માહિતી અધિકાર નિયમ અંતર્ગત માહિતી માંગી હતી અને કામમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. માત્ર 4,000 રૂપીયાના ખર્ચ પાછળ 1 લાખ રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય અને આ બાબત લોકોના ગળે ન ઉતરે તેવી હોવાથી આ અંગે રજૂઆત પણ થઈ હતી. જેને અનુસંધાને તાજેતરમાં જ કલેક્ટરે પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસરને તટસ્થ તપાસ કરવા સૂચના આપી છે અને માત્ર રંગરોગાનના કામ પાછળ 1 લાખ રૂપીયાનો ખર્ચો કરાયો હોવાની તટસ્થ તપાસ કરી અરજદાર પ્રફુલ દત્તાણીને પ્રત્યુતર આપવામાં આવે તેવું પણ સૂચન કરાયું હતું.

 ઇમ્પેકટ
અન્ય સમાચારો પણ છે...