તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar પોરબંદરમાં ત્રિકમાચાર્ય સેવા સમિતી દ્વારા રાસોત્સવનું આયોજન

પોરબંદરમાં ત્રિકમાચાર્ય સેવા સમિતી દ્વારા રાસોત્સવનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરમાં સંત ત્રિકમાચાર્ય સેવા સમિતિ દ્વારા જિલ્લાના બરડાઈ બ્રાહ્મણ વિદ્યોતેજક યુવક મંડળ ખાતે તા. 10/10 થી 18/10 સુધી રાત્રે 8:30 થી 12 નવરાત્રી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને રાસ રમી શકે અને રાસ નિહાળી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન માત્ર બરડાઈ બ્રહ્મસમાજ માટે કરવામાં આવ્યું છે અને આ રાસોત્સવમાં કોઈપણ જાતની એન્ટ્રી ફી કે સ્પર્ધા રાખવામાં આવેલ નથી. આ આયોજન છેલ્લા 4 વર્ષથી વિનામૂલ્યે કરવામાં આવે છે તેમજ નવરાત્રી દરમિયાન આ સમાજના સિનીયર સિટીઝનોને પણ રાસ રમવાનો મોકો આપવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા આ સમિતિના કેતન જોષી, બ્રિજેશ જોષી, ઉમેશ થાનકી અને દિપક થાનકી સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...