• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન થયા બાદ તંત્ર ગાઢ નિંદ્રામાંથી જાગ્યું

ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન થયા બાદ તંત્ર ગાઢ નિંદ્રામાંથી જાગ્યું

DivyaBhaskar News Network

Sep 16, 2018, 03:16 AM IST
Porbandar - ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન થયા બાદ તંત્ર ગાઢ નિંદ્રામાંથી જાગ્યું
જિલ્લામાં ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન થયા બાદ તંત્ર ગાઢ નિંદ્રામાંથી જાગ્યું હતું. પોરબંદર શહેરમાં ગણેશોત્સવ અંગે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે. પ્રતિબંધાત્મક આદેશો મુજબ ગણેશજીની પી.ઓ.પી. તથા ફાયબરની મૂર્તિ, બેઠક સહિતની 5 ફૂટથી વધુ ઉંચાઈની ન બનાવવા, ન વેચવા અને સ્થાપિત ન કરવા તથા જાહેર માર્ગ ઉપર પરિવહન ન કરવા જણાવ્યું હતું. પી.ઓ.પી. ની પ્રતિમાનું નદીઓ, તળાવો, સમુદ્રમાં વિસર્જન ન કરવું તેમજ વિસર્જન સમયે નદીઓ, તળાવો, સમુદ્રના કિનારે પૂજનવિધી કરી, નદી-તળાવ કે સમુદ્રકિનારે જ મૂર્તિઓ રાખવા અનુરોધ કર્યો હતો. પ્રતિમાઓની બનાવટમાં અન્ય ધર્મના લોકોની લાગણીઓ દુભાય તેવા ચિન્હો કે નિશાનો રાખવા નહીં. મૂર્તિઓએ વધેલી તથા ખંડીત મૂર્તિઓ બિનવારસી હાલતમાં છોડવી નહીં. કારીગરોએ ગણેશજીની પ્રતિમા મૂર્તિ 9 ફૂટથી વધારે ઉંચાઈની બનાવવી નહીં કે તેનું વેચાણ ન કરવું. ઉપરાંત આયોજકોએ પણ ગણેશજીના સ્થાપનની બેઠકની ઉંચાઈ સહિત 12 ફૂટથી વધારે ઉંચાઈની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવી નહીં. જાહેરનામાનો ભંગ કરનાર સામે ક ાર્યવાહી કરાશે.

X
Porbandar - ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન થયા બાદ તંત્ર ગાઢ નિંદ્રામાંથી જાગ્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી