Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - વ્યાજખોરો મહિને 35 ટકા વ્યાજ લેતાં, જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ

વ્યાજખોરો મહિને 35 ટકા વ્યાજ લેતાં, જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:16 AM

વ્યાજખોરોના ચુંગાલમાં ફસાઈ જતાં યુવાને વૃદ્ધાના કાનમાંથી વેઢલાની લંૂટ કરી alt39તી

  • Porbandar - વ્યાજખોરો મહિને 35 ટકા વ્યાજ લેતાં, જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ
    પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતો જીજ્ઞેશ ડાભી નામનો યુવાન આજથી 2 મહિના પહેલા છાંયાની જોષી સ્કૂલ સામે વ્યાજવટાઉની ઓફિસ ધરાવતા વિશાલ નામના શખ્સ પાસેથી 10,000 રૂપીયા દર માસે 35 ટકા વ્યાજે લીધા હતા અને વિશાલે 3500 રૂપીયા કાપીને 6,500 રૂપીયા આપેલા. જે દર અઠવાડીયે 1 હજારનો હપ્તો દેવાનો હતો. જેઓને વ્યાજ સાથે આ યુવાને કટકે-કટકે 45,000 રૂપીયા ચૂકવી દેવાયા છતાં 10,000 માંગતો હતો. જે રોજની 6,000 રૂપીયા પેનલ્ટી કરતો હતો. આથી 1 મહિના પહેલા જીજ્ઞેશે છાંયામાં વ્યાજવટાઉની ઓફિસ ધરાવતો શૈલેષ પાસેથી 20,000 રૂપીયા 20 ટકા વ્યાજે લીધા હતા. જેણે 4,000 રૂપીયા વ્યાજ કાપીને 16,000 રૂપીયા આપેલા હતા અને દર અઠવાડીયે 2,000 રૂપીયાનો હપ્તો ચૂકવીને 2 માસમાં પૂરા કરી દેવાના હતા. આ શૈલેષ દિવસના 200 રૂપીયા લેખે પેનલ્ટી ચડાવતો હતો. ત્યારબાદ 25/8 ના રોજ ઈન્દીરાનગરમાં વ્યાજવટાઉનો ધંધો કરનાર કાનાભાઈ પાસેથી વિરભનુની ખાંભીએથી 30,000 રૂપીયા 15 દિવસના 10 ટકા વ્યાજે લીધા હતા. તેણે 3,000 રૂપીયા કાપીને 27,000 રૂપીયા આપ્યા હતા. કાનાભાઈ રોજની 3,000 ની પેનલ્ટી ચડાવીને 45,000 રૂપીયાનું આપવાનું કહીને ઉઘરાણી કરતા હતા. ત્રણેય વ્યાજખોરો મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ