• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - જિલ્લામાં આજથી 489 મતદાન મથક પર મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ

જિલ્લામાં આજથી 489 મતદાન મથક પર મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ

1 જાન્યુઆરી 2019 ના 18 વર્ષ પૂરા થતાં હોય તેવા મતદારોના નામ ઉમેરવા સહિતની BLO કામગીરી કરશે

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:16 AM
Porbandar - જિલ્લામાં આજથી 489 મતદાન મથક પર મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ
પોરબંદર જિલ્લાના કુતિયાણા અને પોરબંદર વિધાનસભા વિસ્તારમાં આવતા કુલ 489 મતદાન મથક પર બી.એલ.ઓ. મતદાર યાદી સુધારણા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક મતદાન મથક પર સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી બી.એલ.ઓ. બેસી મતદાર યાદી સુધારણા સબંધીત કામગીરી કરશે. જેમાં તા. 1 જાન્યુઆરી 2019 ના રોજ 18 વર્ષ પૂરા થતા હોય તેવા યુવા મતદારોના નામ ઉમેરવા તેમજ મતદાર યાદીમાં નામ સુધારણા, ફેરફાર સહિતના જરૂરી ફોર્મ ભરી મતદાર યાદી સુધારણાની કામગીરી કરાશે. સમગ્ર રાજ્યની સાથે 15 ઓક્ટોબર સુધી પોરબંદર જિલ્લામાં મતદાર યાદી સુધારણાની કામગીરી કરવામાં આવશે. પરંતુ ખાસ ઝુંબેશ સ્વરૂપે આજે તા. 16 સપ્ટેમ્બરના રોજ બુથ લેવલ ઓફિસર તેમને સોંપેલ મતદાન મથકે બેસી મતદાર યાદી સુધારણાનું કામ સંભાળશે. આ કામ માટે માધવાણી કોલેજ ખાતે બુથ લેવલ ઓફિસરને નાયબ કલેક્ટર બાટી દ્વારા તાલીમ પણ આપવામાં આવી હતી.

X
Porbandar - જિલ્લામાં આજથી 489 મતદાન મથક પર મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App