Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - પોરબંદરનાં દરિયા કિનારા પર 700 લોકોએ "બે' ટન કચરો એકઠો કર્યો

પોરબંદરનાં દરિયા કિનારા પર 700 લોકોએ "બે' ટન કચરો એકઠો કર્યો

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:16 AM

કોસ્ટગાર્ડ દ્વારા ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે ની ઉજવણી કરાઇ દરિયા કિનારા લાંબા સમયથી પ્રદુષિત થઇ...

  • Porbandar - પોરબંદરનાં દરિયા કિનારા પર 700 લોકોએ
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પૃથ્વીની સાથે સાથે મનુષ્યો દ્વારા સમુદ્રી સૌન્દર્યોનું પણ જતન કરવામાં આવે તેવા હેતુથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 15 સપ્ટેમ્બરનાં દિવસને “ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે” તરીકે ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને આજે પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે મળી પોરબંદરના બીચની સફાઈ કરવામાં આવી હતી. અને આ સફાઈના માધ્યમથી લોકોને દરિયાકિનારા સ્વચ્છ રાખવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

    પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા આજે વહેલી સવારે પોરબંદર દરિયાકિનારાની સફાઈ કરી “ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પોરબંદર કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટરનાં ઇન્ચાર્જ ડી આઈ જી પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, પૃથ્વી પર કુદરત દ્વારા ધરતી અને પાણીની કુદરતી બક્ષીસ આપવામાં આવી છે. અને તેથી જ કુદરત દ્વારા ધરતી અને સમુદ્ર એમ બન્નેનું અલગ અલગ કુદરતી સૌન્દર્યનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેથી જેટલી જરૂર જમીન કુદરતી સૌન્દર્યની સ્વચ્છતાની છે, તેટલીજ જરૂરત સમુદ્રી સૌન્દર્યની સ્વચ્છતાની પણ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતના બીચ પ્રદુષણને લીધે લાંબા સમયથી પ્રદુષિત થતા જાય છે. આ બીચ પ્રદુષિત થતા અટકે તે માટે જાગૃતતા તેમજ તેની સ્વચ્છતા માટે ની પણ જાગૃતતા લોકોમાં કેળવાય તે માટે કોસ્ટ ગાર્ડ દ્વારા આ પ્રકારના અભિયાન હાથ ધરવામાં આવે છે.

    500 વિદ્યાર્થી, 80 કોસ્ટગાર્ડનો સ્ટાફ, 50 સંસ્થાઓનાં લોકો હાજર રહ્યા

    કોસ્ટ ગાર્ડના દરિયા કિનારા સફાઈ અભિયાનમાં પોરબંદરની સરકારી કચેરીના સ્ટાફ ઉપરાંત શાળા કોલેજો અને સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો પણ જોડાયા હતા. અને તેઓએ જણાવ્યું હતું કે, તેઓ દર વર્ષે આ સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાય છે અને તેમનું તેને ગૌરવ છે. પોરબંદરના દરિયાકિનારાની સ્વચ્છતાનાં આજના અભિયાનમાં કોસ્ટગાર્ડ સાથે લગભગ 700 જેટલા લોકોએ જોડાઈને સ્વચ્છતાનો સંદેશ ફેલાવ્યો હતો. કોસ્ટગાર્ડનાં 80, 500 જેટલા વિદ્યાર્થીઓ, 50 જેટલા સંસ્થાઓનાં લોકો હાજર રહ્યા હતા. જ્યારે નગરજનોની સંખ્યા ખૂબ પાંખી રહી હતી. તસ્વીર - ઋષિ થાનકી

    સમુદ્રી જીવને પણ સ્વચ્છ વાતાવરણ મળવું જોઈએ

    પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા આજે સમુદ્રકિનારાની સફાઈના ભિયાનમાં પોરબંદરનાં માછીમારો પણ જોડાયા હતા. આ તકે માછીમાર આગેવાન્નોએ જણાવ્યું હતું કે, માણસને જેમ સ્વચ્છ વાતાવરણની જરૂરત હોય છે તેવી જ રીતે માછલીઓ અને દરિયાઈ સૃષ્ટિને પણ સ્વચ્છ વાતાવરણની જરૂરત હોય છે, તેથી દરિયા અને દરિયાકિનારા સ્વચ્છ રાખવા તે સૌની જવાબદારી બને છે.

  • Porbandar - પોરબંદરનાં દરિયા કિનારા પર 700 લોકોએ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ