તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar ખાનગી સંસ્થાઓ માતાજીના રાસગરબાને બદલે ડિસ્કો ડાન્સ યોજી કરે છે લાખો રૂપિયાની કમાણી

ખાનગી સંસ્થાઓ માતાજીના રાસગરબાને બદલે ડિસ્કો-ડાન્સ યોજી કરે છે લાખો રૂપિયાની કમાણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં નવરાત્રીના દરમિયાન માતાજીના નામે ડિસ્કો-ડાન્સના કાર્યક્રમો યોજી મનોરંજન કરાવવામાં આવી રહ્યું છે. ખાનગી સંસ્થાઓ ટિકીટો બહાર પાડી અને માતાજીના નામે ડિસ્કો-ડાન્સનું આયોજન કરી લાખો રૂપીયાની કમાણી કરતા હોવાનાં આક્ષેપ સાથે સામાજીક કાર્યકર પુંજાભાઈ લાખાભાઈ કેશવાલાએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી એવી રજૂઆત કરી છે. તેઓએ વધુમાં એવું પણ કહ્યું હતું કે માતાજીના ગરબાઓની આ લોકો તદ્દન ડિસ્કો-ડાન્સ ઉપર લઈ જઈને હિન્દુ ધર્મપ્રેમીજનોના પવિત્ર નવરાત્રીના 9 નોરતાનું પણ હળહળતું અપમાન કરે છે. આવી સંસ્થાના સંચાલકો પાસે મનોરંજનકર વસૂલી સરકારને આર્થિક ફાયદો થાય તેવા પ્રયાસો કરવા તેમજ વર્ષો જુની પરંપરા મુજબ માતાજીના ગરબા થાય તે રીતે આયોજન કરવામાં આવે તેવા પ્રયાસો કરવા અનુરોધ કરાયો હતો. ખાસ કરીને માતાજીના મંદિરમાં આરતી અને ગરબાનું આયોજન થવું જોઈએ. અને ખાનગી સંસ્થાઓ ટિકીટો બહાર પાડી લાખો રૂપીયાના ઉઘરાણા લોકો પાસેથી કરી ડિસ્કો-ડાન્સ થીમ પર નવરાત્રી રમાઈ રહી છે તે તાત્કાલીક ધોરણે બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી. નગરપાલિકા દ્વારા નવરાત્રીમાં જે જગ્યાઓ ફાળવવામાં આવે છે તે જગ્યાઓમાં ખાણીપીણી તથા ઠંડાના સ્ટોલના ભાડા પણ સંસ્થાના સંચાલકો ઉઘરાવે છે તથા પાર્કિંગ માટેની જગ્યાઓ રાખી અને વાહન પાર્કિંગના પૈસાઓ પણ મૂકવામાં નથી આવતા. આમ નવરાત્રીના દરમિયાન ખાનગી સંસ્થાના આયોજકો માતાજીના નામે નવરાત્રીમાં ડિસ્કો-ડાન્સના કાર્યક્રમો યોજી લોકો પાસેથી બેફામ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા હોવાથી આવા સંચાલકો સામે તાત્કાલીક કડક કાર્યવાહી કરી બંધ કરાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...