તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar જિલ્લામાં સરકાર દ્વારા ખેડૂતોને પાક વીમો ચૂકવવાની પદ્ધતિમાં ત્રુટીઓ રાખી દેવાઈ

જિલ્લામાં સરકાર દ્વારા ખેડૂતોને પાક વીમો ચૂકવવાની પદ્ધતિમાં ત્રુટીઓ રાખી દેવાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીટીકલ રીપોર્ટર | પોરબંદર

પોરબંદર જિલ્લામાં ખેડૂતોને પાક વીમા માટે રીલાયન્સ જનરલ ઈન્સ્યુરન્સ કંપનીને કેન્દ્રની ભાજપ સરકારે નિયુક્ત કરેલ છે. આ કંપનીને ખેડૂતો 2 ટકા પ્રીમીયમ અને ભારત સરકાર ખેડૂતો વતી 14 ટકા પ્રીમીયમ અને ગુજરાત સરકાર 14 ટકા પ્રીમીયમ એમ 30 ટકા પ્રીમીયમ ચૂકવે છે.

આ કંપનીને આપવામાં આવેલ વર્કઓર્ડર અને તેની શરતોની વિગતો માંગી હતી ત્યારે ખેતીવાડી અધિકારી પાસે વર્કઓર્ડર કે તેની શરતોની કોઈ વિગત ઉપલબ્ધ ન હતી. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની માર્ગદર્શિકા પ્રમાણે ગ્રામ્ય લેવલની મોનીટરીંગ કમીટી, સર્કલ ઈન્સ્પેક્ટર, ગ્રામસેવક, તલાટી, સરપંચ, ઉપસરપંચ અને બે પ્રગતિશીલ ખેડૂતોનો સમાવેશ કરવાનો હોય છે પરંતુ આ કમીટીનું જ ગઠન કોઈ ગામમાં કરીને ગામના સબંધિત લોકોને પત્રથી જાણ કરેલ નથી અને વીમા બાબતની જાણકારી પણ ખેડૂતોને આપવામાં આવેલ નથી. વરસાદ માપવા માટેના યંત્રો દરેક ગામમાં ઉપલબ્ધ કરાવવામાં પણ આવ્યા નથી અને વેધર સ્ટેશનનો રીપોર્ટ પણ કોઈ અધિકારી પાસે નથી. જેથી વરસાદનો બિન અધિકૃત વ્યક્તિઓનો ઉંચો રીપોર્ટ માન્ય કરીને વીમા કંપનીઓને કમાવી આપવાનો અને ખેડૂતોને નુકસાન કરવાનો પ્રયાસ ચૂંટણી ફંડ મેળવવા માટે ભાજપ સરકારે કરેલ હોવાનો આક્ષેપ સાથે કોંગ્રેસનાં અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયા અને જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ દેવશીભાઈ મોઢવાડીયાએ જિલ્લા ખેતીવાડી અધિકારી પરમારને રજૂઆત કરી છે.

આ સાથે વધુમાં જણાવ્યું હતું કે ખેતીવાડી અધિકારીએ તા. 29/9 ના રોજ કરેલ ફાઈનલ રીપોર્ટમાં પણ મગફળીનો પાક મધ્યમથી નબળો બતાવીને અમુક ગામોને પાક વીમો મળે અને અમુક ગામોને પાક વીમો ન મળે એ પ્રકારની પરીસ્થિતિનું સર્જન સરકારના ખેતીવાડી વિભાગે ઓફિસમાં બેસીને વીમા કંપનીને મદદ કરવા માટે બનાવ્યો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...